Price: ₹141.75
(as of Feb 16, 2025 01:29:24 UTC – Details)
મને ખબર છે કે તમારો સમય બહુ કિંમતી છે. મને વાંચવા માટે તમે ખૂબ બધા સમય, ઉર્જા અને નાણાનું રોકાણ કરી રહ્યા છો. અને દર વખતે હું પૂરી પ્રામાણિકતાથી પ્રયત્ન કરું છું કે હું તમને નિરાશ ન કરું. જે અપેક્ષા સાથે તમે મારા પુસ્તકો કે લેખોની અંદર પ્રવેશો છે, એમાંથી બહાર નીકળ્યા પછી તમે નિરાશ ન થાઓ એની પૂરતી કાળજી રાખું છું હું. મારા લેખો કે પુસ્તકોમાંથી પસાર થયા પછી તમને એટલીસ્ટ કંઈક તો નવું મળે, એવો મારો પ્રયત્ન હોય છે. કશુંક એવું, જે તમે આ પહેલા નહોતા જાણતા. કશુંક એવું, જે તમને સાચવીને રાખવું ગમે. જે તમને જીવનયાત્રામાં ક્યારેક ક્યાંક કામ લાગે.
આ પુસ્તકમાં કેટલાક એવા લેખોનું સંપાદન છે જે આપણા જીવનમાં મૂલ્ય-વૃદ્ધિ કરી શકે. આપણો દ્રષ્ટિકોણ બદલી શકે. અલગ અલગ વિષય પર લખાયેલા દરેક લેખ તમારા જીવનમાં એક નવું અજવાળું લાવી શકે છે. હું એટલી ખાતરી તો આપી શકું કે આ પુસ્તક વાંચ્યા પછી તમારી નવી જાત વધુ સમૃદ્ધ, સભર અને પ્રજ્ઞાવાન હશે.
ASIN : B0DFG9X67H
Language : Gujarati
File size : 677 KB
Text-to-Speech : Not enabled
Enhanced typesetting : Enabled
Word Wise : Not Enabled
Print length : 221 pages